સામાજિક સમાનતા લાવવા, વંચિત પરિવારોને ટેકો આપવા અને તબીબી સહાય, શિક્ષણ અને આજીવિકા તાલીમ પ્રદાન કરવા માટે સ્થાપિત. નોંધાયેલા સભ્ય તરીકે અમારી સાથે હાથ જોડો અથવા અમારા સક્રિય સામાજિક પ્રોજેક્ટ્સમાં સીધો ફાળો આપો.
તમારી પ્રોફાઇલ, દાન ઇતિહાસ અને ચકાસાયેલ ચુકવણી રસીદો મેળવવા માટે તમારો અનોખો સભ્યપદ આઈડી (Membership ID) દાખલ કરો.
કૃપા કરીને અમારા સામાન્ય નિયમો અને માસિક કામગીરીનું આયોજન ધ્યાનપૂર્વક વાંચો.
નવા જોડાયેલા સભ્યોનું હાર્દિક સ્વાગત છે.
ફક્ત કારડીયા રાજપૂત તથા નાડોદા રાજપૂત સમાજ માટે.
ગ્રુપમાં અન્ય કોઈ પોસ્ટ મુકવી નહીં જેથી ડિસ્ટર્બ થાય.
જન્મદિન કે અન્ય શુભેચ્છાઓ જે તે ભાઈને પર્સનલ નંબરમાં આપવી.
કોઈ પ્રશ્ન હોય તો જણાવવો.
જે ભાઈએ ગ્રુપમાં ના રહેવું હોય તે સ્વૈચ્છિક રીતે ગ્રુપ છોડી શકે છે.
દર મહિનાની ૧ થી ૫ તારીખ સુધીમાં દાનરકમ ₹૧૦૦ જમા કરવા અને સિરિયલ નંબર સાથે સ્ક્રીનશોટ મુકવા વિનંતી છે.
મહિનાના અંતે હિસાબ મૂકી દેવામાં આવશે.
ગ્રુપનો હેતુ જરૂરિયાતમંદ પરિવારને દવાખાનામાં મદદ માટેનો જ છે, અન્ય નહીં.
ગ્રુપના સભ્યના આકસ્મિક અવસાન સમયે ગ્રુપના સભ્ય દ્વારા ₹.૧૦૦૦ કાઢી ભેગી થયેલ રકમ તેના પરિવારને આપવામાં આવે છે.
જો કોઈ સભ્ય ખોટી માહિતી આપી ગ્રુપમાં જોડાશે અને ભવિષ્યમાં ગ્રુપના ધ્યાનમાં આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત સભ્યની રહેશે.
ભવાની યુવા ગ્રુપ સૌ સભ્યોના સંપ, સાથ અને સહકારથી સંચાલિત થાય છે.
ભવાની યુવા ગ્રુપ વ્યવસ્થિત રીતે ચાલે અને હિસાબમાં ચોકસાઈ રહે તે માટે કામગીરીનું આયોજન નીચે મુજબ નક્કી કરેલ છે:
આ સમયગાળામાં સભ્યો દ્વારા મોકલવામાં આવેલ દાનની રસીદો ચેક કરવાનું કામ કરવામાં આવે છે.
ખાસ વિનંતી: વહીવટની સરળતા માટે દરેક સભ્યએ ૧ થી ૫ તારીખ સુધીમાં રૂ. ૧૦૦/- જમા કરાવી દેવા.
નવા સભ્યોને ગ્રુપમાં ઉમેરવા અથવા જે સભ્યો નિયમોનું પાલન કરતા નથી તેમને ગ્રુપમાંથી દૂર કરવામાં આવે છે.
આખા મહિના દરમિયાન થયેલ કુલ આવક અને જાવક (હિસાબ) ની ફાઈલ તૈયાર કરવામાં આવે છે.
દરેક સભ્યને નમ્ર અપીલ: આ આખી વ્યવસ્થા સુદ્રઢ રીતે ચાલે માટે સંચાલક ભાઈઓ પોતાનો કિંમતી સમય આપે છે. માટે દરેક સભ્ય પોતાની જવાબદારી સમજીને સમયસર સહકાર આપે તેવી નમ્ર વિનંતી છે.
સહકારની અપેક્ષા સહ, ભવાની યુવા ગ્રુપ
સહાય, નોંધણી પ્રશ્નો અથવા યોગદાનની વિગતો માટે અમારા મુખ્ય ટ્રસ્ટ ડેસ્કનો સંપર્ક કરો.
402, Bhavani Heights, Near Ring Road, Surat, Gujarat, India
+91 98765 43210
contact@bhavaniyuvagroup.org